ga('send', 'pageview');

Tag: મુક્તક

જિંદગીભર યાદ રહે

જિંદગીભર યાદ રહે એવી ક્ષણ મળે,
જેનો વિરહ હતો એ વહાલો જણ મળે,

પાણીથી તો બહુ તરસ છીપાવી જાણી,
હવે ઝાંઝવાના તરસ્યા મૃગને રણ મળે.

✍🏼 ડો. હિતેશ પટેલ ‘હિત’

 

છે બળવાન

‘બધાં જખ્મો ભરી જાશે સમય સાચે જ છે બળવાન,
સમય સઘળો ફરી જાશે સમય સાચે જ છે બળવાન .

‘નજર સામે ચિતા બળતી હતી એ કયાં સુધી બળશે?
રુદયમાં પણ ઠરી જાશે સમય સાચે જ છે બળવાન .’

-‘શિલ્પી’ બુરેઠા