ga('send', 'pageview');

Category: હર્ષિદા દીપક

પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો

પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો
હેત છલોછલ કહેતો દરિયો

ખુબ ધીમેથી પથરાતો પણ
નાજુક નમણો રે ‘તો દરિયો

વનરાવનનાં મારગ જેવો
ફુલડાં થી ફોરમતો દરિયો

ટહુકે ટહુકે પથરાતો ને
ગીત મધુરું ગાતો દરિયો

બિંદુમાંથી તેજ – લિસોટો
ભીતરમાં થઈ જાતો દરિયો

✍🏼 હર્ષિદા દીપક

 

મટકુંયે માર્યું નહી ને..

મટકુંયે માર્યું નહી ને ,
આખી રાત યાદોમાં જાગતિ રહી ,

અંધારી રાતમાં –
સુમસામ વગડામાં –
ઉઘાડા પગે ને આંસુની ધારે ,

ફરીથી એ દિવસો યાદ આવ્યા ને —
એ જ સ્ટેશન – એ જ બાંકડો –
એ જ ઘોડાગાડી વાળો ,

જ્યાં પગલાં પાડ્યા’તા ” પ્રેમના ”
પ્રેમના એ પગથારે ,

નેણલા નચાવી ને હાલ્યા’તાં સાથે ,
અચાનક જ …….

કોઈએ જ્ગાડિને પુછ્યું કે —

તું આટલી વ્હાલી કેમ છો …?

ત્યારે બોલાઈ ગયું કે —

હું અંદર થી ખાલી છું

એટલે હું વ્હાલી છું .

– હર્ષિદા દીપક