ga('send', 'pageview');

Category: નિલેશ બગથરીયા “નીલ”

કમી વર્તાઈ જો છોડી ગયા પછી મહેફિલ

કમી વર્તાઈ જો છોડી ગયા પછી મહેફિલ
લાગે જિંદગીનો જામ બરાબર પિવાયો હશે.

અજમાવ્યો હશે કદી સિતાર પર હાથ
લાગે જિંદગીના સંગીતે બરાબર ગવાયો હશે.

ઓળખે છે જે મળે તે કેવા !
લાગે જિંદગીના ડાયરે રોજ હોંકારો છવાયો હશે.

ટૂંકું જીવતર ને આટલી લાંબી દોર
લાગે જિંદગીના આકાશે પતંગ બની છવાયો હશે.

દુકાળ દેખાય એક લીલોછમ અવસર
લાગે જિંદગીના ચોમાસે વાદળ બની વરસ્યો હશે.

સમુદ્ર મંથન વચ્ચે આજે પણ સ્થિર
લાગે જિંદગીના વિષે નીલકંઠ બની ટક્યો હશે.

સુખ દુઃખ…ધૂપ છાવ…વિરોધાભાષ વચ્ચે એક ભાવ બસ જીવી જવાનો,
લાગે જિંદગીની વસ્તુને “નીલ” સમજવા આ માણસ લખાયો હશે.

✍🏼 નિલેશ બગથરીયા “નીલ”

 

તને વરસતું ચોમાસુ થવું ગમશેને ?

કોરી ક્ષણોને ભીંજાવું છે
પૂછું તને વરસતું ચોમાસુ થવું ગમશેને ?

થાય ભલે ને છત્રી કાગડો
પૂછું તને વાઝડી બનવું ગમશેને?

ઉગવા મથે હૈયે કૂંપણો
પૂછું તને ભીનાશ બનવું ગમશેને ?

મનમાં ક્યાંક પડ્યા છે શબ્દો
પૂછું તને કવિતા બનવું ગમશેને?

ધસમસતી વહી જાય ક્ષણો
પૂછું તને આડસ બનવું ગમશેને?

જોઈ છે “નીલ” રાહ ટાણે ક ટાણે
પૂછું તને મિલનનું એક ટાણું બનવું ગમશેને??

✍🏼”નીલ”

 

તરસતો માણસ વરસે પણ ખરો

તરસતો માણસ વરસે પણ ખરો
આ પ્રેમ ખાતર જીવનભર તડપે પણ ખરો.
ભાગતો માણસ અટકે પણ ખરો
એક સ્મિત ખાતર મલકે પણ ખરો.
રઝળતો માણસ પામે પણ ખરો
ગમતા ખાતર સીધે રસ્તે ચાલે પણ ખરો.
થાકતો માણસ થીરકે પણ ખરો
આંગણે અજવાળા ખાતર જલે પણ ખરો.
એકલો માણસ ધબકે પણ ખરો
સંગાથે સળવળવા ખાતર જીવે પણ ખરો.
પામી પ્રેમ માણસ ઝબૂકે પણ ખરો
પ્રકાશવા ખાતર સંબંધ બાંધે પણ ખરો.
આમ તો ખોટો છે નથી જરાય ખરો
હક જમાવવા ખાતર ગુમાવી સંવેદના અથડાય પણ ખરો.
પ્રેમ અનુભવાય, જો આ માણસ સમજે કદી
તો “નીલ” સંબંધે આમ ઢસડાય ખરો??

✍🏼 નિલેશ બગથરીયા “નીલ”

 

લખી શકું ક્યાં તને હું

લખી શકું ક્યાં તને હું
શબ્દે શબ્દે સરકી જાય છે.
દોરાવાને તને પીંછી ઝબોળું
તું લસરકે લપસી જાય છે.
ના કાવ્ય ના ચિત્ર બને
છતાં તું કમાલની કૃતિ બની જાય છે.
મધુવન ના સહી પણ
જીવતરે અનેરી ખુશ્બુ છોડી જાય છે.
બંધાય ના શબ્દોથી પણ
અહેસાસ ની એક કવિતા મુકતી જાય છે.
રેખામાં ના ચીતરતી તું
હર એક રંગીન સવાર દોરતી જાય છે.
કલા “નીલ”ની તું કાયમ રહી છે
કલમ ,પીંછી, રંગોને હવે ક્યાં મોહતાજ રહી છે?

-નિલેશ બગથરીયા  “નીલ”

 

રણમાં મીઠી વીરડી છે ..

રણમાં મીઠી વીરડી છે
ઝાંઝવાંરૂપ જગે સાચી ધારા છે
હોય એ તો જગ સ્વર્ગ
વિણ એ કેવું સ્વર્ગ?
સ્નેહ તાંતણો છે મજબૂત
કાળ થપાટે રહે અતૂટ
બોલું ને સમજાય
આંખો કદાચ વાંચી શકાય
પણ વગર જોયે
જાણે પીડા
દુઃખી થાય
ધૂપ ધુંવાડા
પથ્થર એટલા દેવ
બધા આખાડી
દવાદારૂ
જીવ સુદ્ધા આપવા તૈયાર
રાત ઉજાગરા
એક નીંદર સંતાન કાજ
માં તું જ ઈશ્વર મુજ કાજ
મળતું સ્વર્ગ ખપે ના “નીલ”
જનની સંગ ખપે જીવતર
હોય ભલે દુખે તપતું…..
અશ્રુ નીતરતું ….
પણ માં હાથે નિરંતર સવરતું…

રચના: નિલેશ બગથરીયા “નીલ”

 

આવવાનું બની શકે છે હોય અઘરું

આવવાનું બની શકે છે હોય અઘરું
જોવાનું તોયે શમણું મૂક્યું ના અધૂરું.

તૂટી શકે છે બંધનો ક્યારેક તો
જાણી જીવવું રાખ્યું છે મધુરું.
દેખાય છે દૂર સુધી ભાંભરું

પણ છે આશ ઉગશે એકદી ચિત્ર ગમતું.
દેખાય ભલેને આ જિંદગીની આંખે આંસુ રડતું
દૃશ્ય ચોખ્ખું રાખ્યું છે એક હસતું.

મનતો ચકરાવે બવ ચડતું
પણ હૈયું કદી ના હામ હારતું .

મળી જશે એકાદ કારણ સબળ આવવાને અમથું અમથું
ને “નીલ” સમજો જીવતરે અવસર ટાણું આવશે ભમતું ભમતું.

નિલેશ બગથરીયા “નીલ”