ga('send', 'pageview');

Category: કૃષ્ણકાન્ત ભાટીયા “કાન્ત”

શામળાજી

યાદવોની દ્વારિકામાં શામળાજી,
શબદની આ સં હિતામાં શામળાજી.

કાનજીની વાંસળી છે ભાગશાળી ,
યમુનાનાં ઓરતાંમાં શામળાજી.

નીડ જાગે, પાંખ બોલે,પંખ ખોલી,
મોરલાના નાચવામાં શામળાજી.

દેવકીના દ્વાર પર તો યોગમાયા,
નં દજીના આંગણામાં શામળાજી.

રાધિકાની ઝાંઝરીમાં રોજ બોલે,
ભાવભીની સૂરતામાં શામળાજી.

હાંકવી છે કાલિંદીમાં આજ હોડી ,
‘કાંત ‘ના છે હલેસાંમાં શામળાજી.

✍🏼 કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘

 

રે સખી..

સરવર બનું કે, બનું માછલી ,
વાદળ બનું કે , બનું વાદળી.
રે સખી, મારા શ્વાસનો તું શ્વાસ .

હિજરાય મારા મનની અગાશી,
ઈચ્છાઓ સઘળી બારમાસી.
રે સખી,મારા ગીતનો તું પ્રાસ.

વાદળાં ને વીજ મુજને સંકોરે,
ચમકતી વીજળી રૂપને ચોરે.
રે સખી, આજની રાત છે ખાસ.

પનઘટના મોરલા કરે કેકારવ,
યાદ આવે મને ઓલો યાદવ.
રે સખી,રમી શકશું હવે શું રાસ?

યમુનાના નીર ,કદંબની ડાળી,
મથુરા ગયા મારા વનમાળી .
રે સખી, હૈયે પડયા છે ચાસ.
*
✍🏼 કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘

 

तू गुनगुनाये तो

तू गुनगुनाये तो ग़ज़ल पे निख़ार आ जाता है,
बदली बरसती है, खिज़ा पे ज़माल आ जाता है।

दिल धड़कता है हर पल, साँसें तेज चलती हैं ,
चाँदनी के नाजुक जिस्म में, उबाल आ जाता है।

अज़नबी की तरह मिल जाए तू किसी मोड़ पर,
बिखरे रिश्तों के, लम्हों का ख्याल आ जाता है।

जवानी के जोश में नादानियाँ कौन नहीं करता ?
जुबाँ पे मेरी यही दर्द भरा सवाल आ जाता है।

हम थे जो तूफानों का रुख मोड़ दिया करते थे,
आज तो किनारों पर भी भूचाल आ जाता है।
*
✍🏼 कृष्णकांत भाटिया ‘कान्त ‘

 

ખાલી નથી , ભરપૂર છું ,ચિક્કાર છું

ખાલી નથી , ભરપૂર છું ,ચિક્કાર છું ,
મીઠી મધુરી ,સોડમ ભરી તકરાર છું .

સૂતો સળવળું ,વિસ્તરું જાગું ત્યારે,
કાંઠે છલકું ને ,સાતે સમંદર પાર છું.

બ્હારથી દેખાઉં ,એવો ને એવો અંદર,
પારદર્શક, ચોખ્ખો ને આરપાર છું.

ઝીલી શકું છું ભાર, આ આંસુઓનો,
આ ખભો નહીં, વેદનાનો આધાર છું.

ચાંદની ગમી , ચાંદને ચૂમી આવ્યો,
પાનખરમાંયે હું , મસ્ત બહાર છું.

જીવી રહ્યો છું મોજથી આ ઘડપણને,
પાંસઠ વર્ષે પણ, વર્ષ અગિયાર છું.

✍🏼 કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’

 

ભાર

મમ્મી, નથી સહેવાતો હવે

આ દફતરનો ભાર.
મારું બાળપણ થયું છે,
તમારી અપેક્ષાઓનો શિકાર.
પરીઓના સપનાં જોવાં
આંખ મારી તરશે
ટાઇમ ટેબલનો માર
તોફાની વરસાદ થઈને વરસે.
ફરી એ જ દીવાલો,
ફરી એ જ કારાગાર.
૦ મારું…
કબૂતરનુ ઘૂ ઘૂ ઘૂ
ને ચકલીનું ચીં ચીં ચીં
અલોપ થયું પુસ્તકમાં.
ઊંઘ મારી ખોવાઈ ગઈ
ઘડિયાળની ટિકિટિકમાં
મમ્મી,પ્લીઝ હવે તું લાવી દે
મારા ગુડિયા- ગુડ્ડીનો સંસાર.
૦ મારૂં…
✍🏼  કૃષ્ણકાંત ભાટીયા ‘ કાન્ત’

 

તારું સરનામું લઈને કોણ બેઠું છે?

ગઝલ

તારું સરનામું લઈને કોણ બેઠું છે?
ને સોગંદનામું લઈને કોણ બેઠું છે ?

ઝરમર ઝરમર વરસે છે વરસાદ,
સાથે વરસવાનું બહાનું લઈને કોણ બેઠું છે?

ગોખે ગોખે દીવડા પ્રગટ્યા છે
ખુશીનાં,
ઉમંગનુ આ ટાણું લઈને કોણ બેઠું છે?

કેટલી વાર છટકી ગયા છો વચનથી ?
સરોવરના કિનારે બહાનું લઈને કોણ બેઠું છે?

સરગમ ગૂંજતી રહેશે મહેફિલમાં,
આજે ‘કાન્ત’નુ ગાણું લઈને કોણ બેઠું છે?
⁠⁠⁠✍🏼  -કૃષ્ણકાન્ત ભાટિયા ‘કાન્ત’

 

ઘૂંટ્યા કરું છું જાત …

ઘૂંટ્યા કરું છું જાત ને ,હું એકડે એક છું ,
વાંચી શકે તો વાંચ,ન છપાયેલો લેખ છું.

કલમ પકડાવી દીધી, મેં મારા હાથને,
કવિતાનો ભગવો પહેરેલો હું ભેખ છું.

ખોલાવ મા તું ભેદ સઘળા, મારી કને,
ખુદને ઉલેચી શકું, નિયતનો હું નેક છું.

જીવતરના પાટ પર, બાજી ખેલ્યા કરું,
સામે ઊભેલા પારની ,પાતળી હું રેખ છું.

ઝુરાપો જીરવીને, આકાશને ઉકેલું હું,
લોઢાની થાળીમાં હું,સોનાની મેખ છું.

-કૃષ્ણકાંત ભાટિયા ‘#કાન્ત’

 

मिलेगा कहाँ से नशेमन सुहाना

ग़ज़ल

लगागा,लगागा,लगागा,लगागा

न कोई सहारा न कोई ठिकाना,
मिलेगा कहाँ से नशेमन सुहाना।

असीरों तलक जो, परिंदे उड़े हैं ,
उन्हें तो अभी है, जमीं पे बुलाना।

किया है बसेरा , सबा में सदा में ,
लगा था सताने , ज़माना सयाना।

नशा तो चढ़ा है, हमारी रज़ा से,
पड़ेगा हमें भी , खुदी को पिलाना।

कहे जा रहे हैं , बज़म में फ़साने,
अजीजां सुनाओ, नया ही तराना।

हमीं ने कहा था, मिटा दो किनारे,
कभी भी मिलेगा,गनीमत पुराना।
*
-कृष्णकांत भाटिया ‘कान्त ‘